Nehemiah 13:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે સમયે હું યરુશાલેમમાં નહોતો, કારણ, બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમા વર્ષે હું રાજા પાસે ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બધું બન્યું ત્યારે હું યરુશાલેમમાં નહોતો. કારણ, આર્તાશાસ્તા રાજાના અમલના બત્રીસમા વરસે હું તેમને અહેવાલ આપવા પાછો બેબિલોન ગયો હતો. થોડા સમય પછી તેમની પરવાનગી મેળવીને,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ એ બધો વખત હું યરુશાલેમમાં નહોતો. કેમ કે બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમાં વર્ષમાં હું રાજા પાસે ગયો હતો. કેટલાક દિવસો પછી રાજા પાસેથી રજા લઈને
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે હું યરૂશાલેમમાં નહોતો, કારણ, રાજા આર્તાહશાસ્તાના અમલના બત્રીસમાં વર્ષે હું રાજાને મળવા બાબિલ ગયો હતો. ત્યાર પછી મેં રાજા પાસે રજા માંગી.