Nehemiah 2:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યું હતું, તે અધિકારીઓના જાણવામાં આવ્યું નહિ. મેં યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને આ અંગે કશું પણ કહ્યું ન હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું ક્યાં ગયો હતો અને મેં શું કર્યું તેની શહેરના કોઈ સ્થાનિક અધિકારીને ખબર પડી નહિ. હજી સુધી મેં કોઈ યહૂદીને એટલે યજ્ઞકારો, આગેવાનો, અધિકારીઓ અથવા કામમાં ભાગ લે તેવા બીજા કોઈને કંઈ કહ્યું નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યુ હતું, તે અધિકારીઓના જાણ્યામાં આવ્યું નહિ. મે યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અધિકારીઓને હું ક્યાં ગયો હતો અથવા હું શું કરતો હતો તે વિષે કશી જ ખબર પડી નહિ, કારણકે મેં મારી યોજના સંબંધી કોઇને કઇંજ જણાવ્યું ન હતું, યહૂદીઓને, યાજકોને, ઉમરાવોને અધિકારીઓને સુદ્ધાં નહિ. અરે, જેઓ આ કાર્ય કરવાના હતા તેઓમાંથી પણ કોઇનેય નહિ.