Nehemiah 2:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા ઈશ્વરની કૃપાદ્રષ્ટિ મારા પર હતી. તે વિષે તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું. તેઓએ કહ્યું, "ઊઠો અને આપણે બાંધીએ." તેથી તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ મારા પર હતી તે વિષે, તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું, તેઓએ કહ્યું, “ઊઠો, આપણે બાંધીએ.” એમ તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મે એમને કહ્યું કે મારા દેવનાં હાથે મને આશીર્વાદ આપ્યા અને રાજાએ મને જે કહ્યું હતું તે પણ મેં તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ બોલી ઊઠયા, “ચાલો બાંધવાનું શરૂ કરી દઇએ.” એમ કહીને તેઓએ ઉત્સાહપૂર્વક કામ કરવાનું શરૂ કર્યુ.