Nehemiah 3:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને ઘેટાંનો દરવાજો બાંધ્યો. તેઓએ તેને પવિત્ર કર્યા પછી તેનાં સ્થાને બારણાં બેસાડ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શહેરના કોટની મરામત આ રીતે કરવામાં આવી. મુખ્ય યજ્ઞકાર એલ્યાશીબ તથા તેના યજ્ઞકારોએ “ઘેટાના દરવાજા” બાંધકામ કર્યું. તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેમણે દરવાજાનાં બારણાં ચડાવ્યાં. તેમણે શતક બુરજ સુધી અને છેક હનાનએલના બુરજ સુધી કોટનું બાંધકામ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલ્યાશીબ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઊઠીને મેંઢાભાગળ બાંધી, અને તેની પ્રતિષ્ઠા કર્યા પછી તેના કમાડો ચઢાવ્યાં. તેઓએ હામ્મેઆ બુરજ સુધી અને છેક હનાનેલના બુરજ સુધી તેની પ્રતિષ્ઠા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મુખ્ય યાજક એલ્યાશીબે ઘેટાં દરવાજાનું નવેસરથી બાંધકામ ચાલું કર્યુ, પછી તેણે તેની પ્રતિષ્ઠા કરી અને પછી તેનાં બારણાં ચઢાવ્યાં; તેઓએ છેક હામ્મેઆહના ગુંબજ સુધી અને ત્યાંથી છેક હનાનએલના ગુંબજ સુધી દીવાલને પવિત્ર બનાવી.