Nehemiah 3:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કચરાના દરવાજાનું સમારકામ રેખાબનો દીકરો માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. તેણે તેનું સમારકામ પૂરું કરીને તેના દરવાજા બેસાડ્યા. તેને મિજાગરાં જડ્યાં તથા ભૂંગળો બેસાડી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રેખાબના પુત્ર માલકિયાએ “કચરાનો દરવાજો” ફરીથી બાંધ્યો. તે બેથ હાકકેરેમ જિલ્લાનો અધિકારી હતો. તેણે બારણાં ચડાવ્યાં અને દરવાજો બંધ કરવા માટે નકુચા તથા પાટિયાં બેસાડયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કચરાના દરવાજા મરામત રેખાબનો પુત્ર માલ્કિયા કરતો હતો, તે બેથ-હાકકેરેમના જિલ્લાનો અધિકારી હતો. એણે તે બાંધીને તેનાં કમાડો ચઢાવ્યાં, તેમને મિજાગરાં જડ્યાં તથા ભૂગળો બેસાડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કચરાના દરવાજાનું સમારકામ રેખાબના પુત્ર માલ્કિયાએ કર્યું હતું. તે બેથહાક્કેરેમ પ્રાંતનો પ્રશાસક હતો. તેણે તેને કમાડો ચઢાવ્યાં, તેને મિજાગરાઁ જડ્યાં અને દરવાજાના સળિયા બેસાડ્યા.