Nehemiah 3:31 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની બાજુમાં માલ્કિયા નામનો સોની ભક્તિસ્થાનના સેવકો અને વેપારીઓના ઘરો સુધી, હામ્મિફકાદના દરવાજાની સામે તથા ખૂણા ઉપરની ઓરડીની મરામત કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એના પછી સોની માલકિયા ઈશાન ખૂણામાં કોટની ઉપર આવેલી ઓરડી નજીક મંદિરના “મિફક્દ દરવાજા” પાસે આવેલ મંદિરના સેવકો અને વેપારીઓનાં મકાન સુધીના ભાગની મરામતકામ કરતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના પછી માલ્કિયા નામે એક સોની, નથીનીમ તથા વેપારીઓના ઘર સુધી હામ્મિફકાદના દરવાજાની સામે તથા ખૂણાના બુરજ સુધી, મરામત કરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માલ્કિયા નામના સોનીએ મંદિરના સેવકો અને વેપારીઓના ઘરો સુધીનું, અને નિરીક્ષણ દરવાજાની સામે દીવાલના ખૂણા ઉપરની ઓરડીનું સમારકામ કર્યું.