Nehemiah 4:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં અધિકારીઓને તથા બીજા લોકોને ઉદ્દેશીને કહ્યું, "તમારે તે લોકોથી ડરવું નહિ. આપણા પ્રભુ યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, પત્નીઓ અને તમારા ઘર માટે લડો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લોકોને ભયભીત થયેલા જોઈને મેં તેમને તથા તેમના આગેવાનો અને અધિકારીઓને કહ્યું, “આપણા દુશ્મનોથી ગભરાશો નહિ. પ્રભુ કેવા મહાન અને આદરણીય છે તે સંભારીને તમારા દેશબાંધવો, તમારાં સંતાનો, તમારી પત્નીઓ અને તમારાં ઘરો માટે લડો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે મેં જોયું કે શું થઇ રહ્યું છે, ત્યારે મેં ઉભા થઇને ઉમરાવો, અધિકારીઓ, અને બીજા લોકોને ઉદૃેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ; આપણા યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા દેશબંધુઓ અને પુત્રો, પુત્રીઓ માટે, તથા પત્નીઓ અને તમારા ઘર માટે લડજો.”