Nehemiah 4:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસથી મારા અડધા ચાકરો બાંધકામ કરતા અને બાકીના ભાલા, ઢાલ, તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરવા માટે ઊભા રહેતા. અને યહૂદિયાના બધા લોકોને આગેવાનો તેઓની સાથે રહીને પીઠબળ પૂરું પાડતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે વખતથી મારા અર્ધા માણસો કામ કરતા, જ્યારે બાકીના અર્ધા માણસો બખ્તર પહેરીને તથા ભાલા, ઢાલો અને ધનુષ્યો સજીને ચોકીપહેરો કરતા. આગેવાનો પણ કોટનું કામ કરતાં કરતાં યહૂદિયાના લોકોનું ધ્યાન રાખતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા, ને બીજા અડધા યહૂદિયાના સર્વ લોકોના રક્ષણને માટે ભાલા, ઢાલોમ ધનુષ્યો તથા કવચો ધારણ કરતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસથી મારા માણસોના અડધા માણસો બાંધકામ કરતા અને બાકીના ભાલા ઢાલ. તીરકામઠાં અને બખ્તર ધારણ કરીને ચોકી કરતા ઊભા રહેતા. અને યહૂદાના બધાં લોકોને આગેવાનો તેમની જોડે રહીને પીઠબળ પુરું પાડતાં.