Nehemiah 4:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, "દરેક માણસે તેના ચાકરસહિત યરુશાલેમમાં જ રહેવું, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સમય દરમ્યાન મેં લોકોને કહ્યું કે તેમણે તેમના સાથીદારો સહિત રાત્રે યરુશાલેમમાં જ રોકાવું, જેથી આપણે રાત્રે શહેરનું રક્ષણ કરી શકીએ અને દિવસે કામ કરી શકીએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે જ સમયે મેં લોકોને કહ્યું, “દરેક માણસે પોતાના ચાકરસહિત યરુશાલેમમાં ઉતારો કરવો કે, રાત્રે તેઓ અમારી ચોકી કરે, ને દિવસે મહેનત કરે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેઓને તે સમયે એમ કહ્યું કે, “દરેક પુરુષ અને તેનો મદદગાર યરૂશાલેમમાં જ રહે, જેથી તેઓ રાત્રે અમારું રક્ષણ કરે અને દિવસે કામ કરે.”