Nehemiah 4:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ, હું, મારા ભાઈઓ, મારા ચાકરો કે મારી પાછળ ચાલતા રક્ષકો કોઈ કદી વસ્ત્રો ઉતારતા નહિ અને અમે જ્યારે જ્યાં કહીં જતા ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો સાથે રાખીને જતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું, મારા સાથીદારો, મારા ચાકરો કે મારા સંરક્ષકોમાંથી કોઈ પોતાનાં વસ્ત્ર ઉતારતા નહિ. અમે બધા શસ્ત્રસજિજત જ રહેતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ હું, મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાઈઓ, એમાંનો કોઇપણ પોતાના વસ્ત્ર ઉતારતો નહિ, પ્રત્યેક પોતાનું વસ્ત્ર સાથે રાખીને પણઘટ પર જતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, હું મારા સગાંવહાંલા, મારા સેવકો મારી પાછળ ચાલતા અંગરક્ષકો કોઇ કદી કપડા ઉતારતા નહિ, અને જ્યારે અમે પાણી મેળવવા જતાં ત્યારે અમે દરેક જણ અમારા શસ્ત્રો પકડી રાખતાં.