Nehemiah 4:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ જ્યારે સાન્બાલ્લાટે, ટોબિયાએ, આરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમના કોટના મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને પડેલા મોટાં ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાનબાલ્લાટ તથા ટોબિયાએ તેમજ અરબોએ, આમ્મોનીઓએ અને આશ્દોદીઓએ સાંભળ્યું કે અમે યરુશાલેમના કોટને ફરી બાંધવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને કોટનાં ગાબડાં પૂરાવાં લાગ્યાં છે ત્યારે તેઓ ખૂબ જ રોષે ભરાયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાન્બાલાટે, ટોબિયાએ, અરબોએ, આમ્મોનીઓએ, તથા આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે, ને ગાબડાં પુરાવા લાગ્યાં છે, ત્યારે તેઓને બહું ક્રોધ ચઢ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ જ્યારે સાન્બાલ્લાટ અને ટોબિયાને, આરબો, આમ્મોનીઓ અને આશ્દોદીઓને જાણ થઇ કે, યરૂશાલેમનાં દીવાલની મરામતનું કામ આગળ વધી રહ્યું છે અને દીવાલમાં પડેલા ગાબડાં પુરાવા માંડ્યા છે, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઇ ગયા.