Nehemiah 5:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ કહ્યું, "અમે તે પાછાં આપીશું અને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તારા કહેવા મુજબ અમે કરીશું," પછી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ ખવડાવ્યા, કે તેઓ પોતાનું વચન પાળશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આગેવાનોએ જવાબ આપ્યો, “અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું. અમે માલમિલક્ત પાછી આપી દઈશું અને તેમની પાસેથી દેવું વસૂલ નહિ કરીએ.” મેં યજ્ઞકારોને બોલાવ્યા અને તેમની સમક્ષ આગેવાનોને તેમણે આપેલું વચન તેઓ પાળે તેવા સમ ખવડાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તમારા કહેવા પ્રમાણે અમે કરીશું.” તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે પ્રતિજ્ઞા લેવડાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેમણે કહ્યું કે, “અમે બધું પાછું સોંપી દઇશું અને હવે અમે બીજી કોઇ વસ્તુની માંગ નહિ કરીએ. અમે તમારા કહ્યા પ્રમાણે કરીશું.” તેથી મેં યાજકોને બોલાવીને તેઓની પાસે સમ લેવડાવ્યાં, તેઓ પોતાનું વચન પાળશે.