Nehemiah 5:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મેં તેઓને ચેતવણી આપી કે, "જે માણસ પોતાનું વચન ન પાળે તેઓનું પોતાનું ઘર, મિલકત તથા સર્વસ્વ ઈશ્વર નષ્ટ કરો. આખી સભાએ કહ્યું, "આમીન." અને તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને તે લોકોએ આપેલા વચન પ્રમાણે કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મેં કમરે ગાંઠે બાંધેલ વસ્ત્ર છોડીને ખંખેરી નાખતાં કહ્યું, “તમારામાંથી પોતાનું વચન ન પાળનારને પ્રભુ આ રીતે ખંખેરી નાખશે. ઈશ્વર તમારાં ઘર અને તમારું સર્વસ્વ લઈ લેશે અને તમને ખાલીખમ કરી નાખશે.” ત્યાં હાજર એવા બધા લોકો “આમીન” બોલ્યા અને પ્રભુની સ્તુતિ કરી. આગેવાનોએ પણ પોતાનું વચન પાળ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં મારો ખોળો ખંખેરી નાખીને કહ્યું, “જે કોઈ આ વચન ન પાળે તે દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને ઈશ્વર આ પ્રમાણે ખંખેરી નાખો. એમ જ તે ખંખેરી નંખાઈને ખાલી થઈ જાઓ.”ત્યારે સર્વ લોકોએ કહ્યું, “આમીન.” તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને લોકોએ એ વચન‍ પ્રમાણે કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ મેં મારા કપડા પર પડેલી ઘડીઓ ખંખેરતા કહ્યું, “જે માણસ પોતાનું વચન ન પાળે તેની પાસેથી દેવ તેનું ઘર અને મિલકત આ રીતે ખંખેરી લો; એને ખંખેરીને ખાલી કરી નાખો.” તેથી ત્યાં ભેગા થયેલા બધા લોકો બોલી ઊઠયા, “આમીન!” પછી તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને તેઓ બધા આપેલા વચન પ્રમાણે ર્વત્યા.