Nehemiah 5:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમારે સારુ ખોરાકમાં દરરોજ એક બળદ, પસંદ કરેલા છ ઘેટાં, પક્ષીઓ ઉપરાંત દર દસ દિવસે જોઈએ તેટલો દ્રાક્ષારસ આપવામાં આવતો. મેં આગેવાન તરીકેની ફરજનો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરરોજ મારે ખર્ચે એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને ઘણાં બધાં મરઘાંનું ભોજન પીરસાતું હતું. દર દસ દિવસે હું તાજો દ્રાક્ષાસવ પૂરો પાડતો, અને એમ મેં રાજ્યપાલ તરીકે મને મળવાપાત્ર ખાધા ખોરાકી પૈકી કંઈ માગ્યું નહોતું; કારણ, લોકોનો આર્થિક બોજો ઘણો ભારે હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારે માટે દરરોજ એક ગોધો, છ વીણી કાઢેલા ઘેટા, ને મરઘાં રાંધવામાં આવતાં, તથા દશ દશ દિવસને અંતરે દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો; તોપણ મેં સૂબા તરીકે નો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દરરોજ એક બળદ, છ ઉત્તમ ઘેટાં અને મુરધાં રંધાતા હતા. અને દર દશ દિવસે પીપડા ભરીને દ્રાક્ષારસ પૂરો પાડવામાં આવતો હતો. તો પણ મેં પ્રશાસક તરીકેનું ખાધાં ખોરાકી ભથ્થું માગ્યું નહિ, કારણકે આ લોકો પર ભારે બોજો હતો.