Nehemiah 5:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેઓને કહ્યું કે, "આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યાં; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો?" તેઓ છાના રહ્યા અને જવાબ આપવા તેઓને એક શબ્દ પણ બોલવાનો સૂજ્યો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આપણા જે યહૂદી ભાઈઓને પરપ્રજાના ગુલામ તરીકે વેચાઈ જવું પડયું હતું તેમને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવી લીધા છે. હવે તમે તમારા ભાઈઓને પોતાના જ સાથી યહૂદી ભાઈઓના ગુલામ થવાની ફરજ પાડો છો!” આગેવાનોએ મૌન સેવ્યું અને શું કહેવું તે તેમને સૂઝયું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તેઓને કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો? શું તેઓ અમને વેચાવા જોઈએ?” ત્યારે તેઓ છાના રહ્યા. તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને તેમને કહ્યું કે, પરદેશીઓને ગુલામ તરીકે વેચાઇ ગયેલા યહૂદીઓને અમે બને ત્યાં સુધી છોડાવતા આવ્યા છીએ; અને હવે તમે જ તમારા પોતાના જ ભાઇઓને ગુલામ તરીકે વેચી રહ્યાં છો, જેમને અમારે જ છોડાવવા પડશે ને?” તેઓ મૂંગા થઇ ગયા અને કંઇ બોલી ન શક્યા.