Nehemiah 6:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નિમ્યા તેઓ કહે કે, 'યહૂદિયામાં રાજા છે!' આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ આપણે ભેગા મળીને વિચારણા કરીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તું યહૂદિયાનો રાજા છે એવું જાહેર કરવા માટે તેં યરુશાલેમમાં કેટલાક સંદેશવાહકોની પણ ગોઠવણ કરી છે. સમ્રાટને આની જાણ થયા વગર રહેવાની નથી, તેથી આ પરિસ્થિતિ અંગે મંત્રણા કરવા આપણે બન્‍ને મળીએ એવું મારું સૂચન છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદિયામાં રાજા છે, એવું તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નીમ્યા છે; હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ, અને આપણે ભેગા મળીને મસલત કરીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યરૂશાલેમ વિષે તને માહિતી આપવા માટે અને યહૂદામાં રાજા છે તેમ કહેવા માટે તેઁ પ્રબોધક નીમ્યા છે. રાજા આ અફવા વિષે સાંભળશે. તેથી ચાલ, આપણે સાથે યોજના ઘડીયે. “રાજાને આ અફવાની જાણ થયા વગર રહેવાની નથી. માટે આવો આપણે મળીને યોજના બનાવીએ.”