Nehemiah 6:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા કે, "અમે નાહિંમત થઈને કામ છોડી દઈએ અને પછી તે પૂરું થાય જ નહિ. પણ હવે ઈશ્વર, મારા હાથ તમે મજબૂત કરો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે કામ પડતું મૂકીએ તે માટે તેઓ અમને ડરાવવા માગતા હતા. મેં પ્રાર્થના કરી, “હે ઈશ્વર, તમે મને બળ આપો!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે છેક નાહિમ્મત થઈને તે કામ છોડી દઈએ કે, પછી તે થાય જ નહિ, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. “ [હે ઈશ્વર,] મારા હાથ તમે બળવાન કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કારણ કે તેઓ અમને ડરાવવા માગતા હતા, એમ વિચારીને કે તેમના હાથ ચણતરકામ અટકાવશે અને તે પૂરું નહિ થાય પણ “હે દેવ, મારા હાથ મજબૂત કરો.”