Nehemiah 7:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમના વહીવટ માટે મેં બે માણસોની નિમણૂક કરી: એક તો મારો ભાઈ હનાની અને બીજો કિલ્લાનો અમલદાર હનાન્યા. હનાન્યા સૌથી ભરોસાપાત્ર અને ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં યરુશાલેમને મારા ભાઈ હનાનીના તથા કિલ્લાના અમલદાર હનાન્યાના હવાલામાં સોંપ્યું, કેમ કે તે માણસ વિશ્વાસપાત્ર તથા બીજાઓ કરતાં ઈશ્વરથી વિશેષ બીનારો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યરૂશાલેમનાં વહીવટની જવાબદારી મેં મારા ભાઇ હનાનીને અને કિલ્લાના સેનાપતિ હનાન્યાને સોંપી દીધી; કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા કરતાં દેવથી વિશેષ ડરનારો હતો.