Nehemiah 7:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને મેં તેઓને કહ્યું, "દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને યરુશાલેમના દરવાજા સવારમાં સૂર્યોદય થાય તે પછી જ ઉઘાડવા તેમજ સૂર્યાસ્ત વખતે સંરક્ષકો પોતાની ફરજ પરથી જાય તે પહેલાં તેમને બંધ કરી તેમના પર પાટિયાં ગોઠવી દેવા સૂચના આપી. વળી, યરુશાલેમમાં વસતા લોકોમાંથી સંરક્ષકોની નિમણૂક કરવા અને તેમાંના કેટલાકને નિયત ચોકીઓ પર ઊભા રાખવા તથા બીજા કેટલાકને તેમના પોતાનાં ઘરની આસપાસ ફરતા રહી ચોકીપહેરા કરતા રહેવા મેં તેમને જણાવ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં તેમને કહ્યું કે, દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ઉઘાડવા નહિ. અને ચોકીદારો ત્યાં ઊભા રહે તે દરમિયાન તેઓ કમાડો બંધ રાખે. તમારે ભૂંગોળ બેસાડવી, અને યરુશાલેમના રહેવાસીઓમાંથી પહેરેગીરો ઠરાવવા, એટલે પ્રત્યેક વ્યક્તિને પોતાના પહેરામાં પોતાના ઘરની સામે [ચોકી કરવા માટે નીમવો].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેમને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરૂશાલેમના દરવાજા ખોલવા નહિ, અને જ્યારે હજી પહેરેગીરો ચોકી કરતા હોય ત્યારે તમારે દરવાજા બંધ રાખી અને દરવાજા પર કમાડ વાસી દેવા. યરૂશાલેમના વતની ઓમાંથી તમારે પહેરેગીરો નીમવા. કેટલાક ચોક્કસ જગ્યાએ ચોકીઓ સંભાળે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”