Nehemiah 7:70 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરના પુનરોદ્ધાર માટે ઘણા લોકોએ ફાળો આપ્યો: રાજ્યપાલ તરફથી — 8.5 કિલોગ્રામ સોનું — 50 ક્રિયાકાંડમાં વપરાતા પ્યાલા — 530 યજ્ઞકારો માટેના ઝભ્ભા ગોત્રોના આગેવાનો તરફથી — 170 કિલોગ્રામ સોનું — 1.2 મેટ્રિક ટન ચાંદી બાકીના લોકો તરફથી — 170 કિલોગ્રામ સોનું — 1.1 મેટ્રિક ટન ચાંદી — 67 યજ્ઞકારો માટેના ઝભ્ભા
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાકે આ કામને માટે [દ્રવ્ય] આપ્યું. સરસૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 8-1/2 કિલો સોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.