Nehemiah 8:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે, "તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો. કારણ, આપણા યહોવાહને સારુ આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાહનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે ઘેર જઈને મિજબાની કરો. જેઓ તંગીમાં છે તેવાંઓને તમારાં ખાનપાનમાંથી આપો. આજનો દિવસ તો આપણા પ્રભુને માટે પવિત્ર છે; તેથી ઉદાસ થશો નહિ. પ્રભુ જે આનંદ આપે છે તેનાથી તમે બળ પામશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે [તમારામાંથી] હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે તેમને કહ્યુ કે, “હવે આગળ વધો, સારું સ્વાદિષ્ટ ભોજલ ખાઓ, પીઓ અને જેઓની સ્થિતિ ન હોય તેમને સૌને માટે મિષ્ટાન મોકતવામાં આવ્યા, કારણ, આજ્નો દિવસ આપણા યહોવાનો પવિત્ર દિવસ છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાનો આનંદ એ જ તમારું બળ છે.”