Nehemiah 8:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે તેઓએ યરુશાલેમમાં અને બીજાં બધાં નગરોમાં એવું જાહેર કરાવ્યું કે, "પર્વતીય પ્રદેશમાં જાઓ અને નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની, ખજૂરીની તેમ જ બીજાં ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે યરુશાલેમ અને બીજાં બધાં શહેરો અને નગરોમાં આવી સૂચનાઓ મોકલી આપી: “પર્વતો પર જઈને દેવદાર, ઓલિવ, મેંદી, ખજૂરી અને એવાં અન્ય ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો અને નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે માંડવા બનાવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તેથી યરુશાલેમમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે ‘તમે સર્વ બહાર નીકળીને ડુંગર ઉપર જાઓ, અને લેખ પ્રમાણે માંડવા કરવા માટે જૈતવૃક્ષની, દેવાદારની મેંદીની, ખજૂરીની તથા ઘટાદાર ઝાડની ડાળીઓ લઈ આવો.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેમણે યરૂશાલેમમાં અને બીજા બધાં શહેરોમાં ઢંઢેરો પિટાવીને એવું જાહેર કરવું કે, “ડુંગરો પર જાઓ અને નિયમમાં લખ્યા પ્રમાણે કામચલાઉ માંડવા બનાવવા માટે જૈતૂનની, જંગલી જૈતૂનની, મેંદીની અને ખજૂરીની તેમજ બીજા ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઇ આવો.”