Nehemiah 8:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં પોતાને સારુ માંડવા બનાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી લોકો ડાળીઓ લઈ આવ્યા અને તેમના ઘરના ધાબા પર, તેમના આંગણાંમાં, મંદિરના ચોકમાં અને પાણીના દરવાજા પાસેના ચોકમાં અને એફ્રાઈમના દરવાજા પાસેના ચોકમાં માંડવા બાંયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પ્રમાણે લોકો જઈને તે લઈ આવ્યા, ને તેઓમાંના દરેકે પોતાના ઘરના ધાબા પર, પોતાના આંગણામાં, પણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઈમની ભાગળના ચોકમાં પોતાને માટે માંડવા કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સાંભળીને લોકો જઇને તે પ્રમાણે લઇ આવ્યા, ને તેઓમાંના દરેક પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણામાં, દેવના મંદિરના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં કામચલાઉ માંડવાઓ બાંધવા માટે તેનો ઉપયોગ કર્યો.