Nehemiah 8:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલીઓએ કદી આવું કર્યુ નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા ફરેલા બધા લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમય પછી પ્રથમ જ વાર આ રીતે આ પર્વ ઊજવવામાં આવ્યું. લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેઓ બંદિવાસમાંથી પાછા આવ્યા હતા તેઓની સમગ્ર પ્રજા માંડવા કરીને તેઓમાં વસી; કેમ કે નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલી લોકોએ એવું કર્યું ન હતું. અને મહા આનંદ થઈ રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેઓ બંદીવાસમાંથી પાછા આવ્યા હતા તેમણે બધાએ કામચલાઉ માંડવાઓ બાંધીને તેમાં વાસ કર્યો. નૂનના પુત્ર યહોશુઆના દિવસોથી માંડીને આજપર્યત ઇસ્રાએલીઓએ કદી આવું કર્યુ નહોતું.