Nehemiah 8:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પાણીના દરવાજાની સામેના ચોક આગળ સવારથી બપોર સુધી તેઓની સમક્ષ તેણે નિયમોનું વાચન કર્યું. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
‘પાણીના દરવાજા’ પાસેના ચોકમાં એઝરાએ સવારથી બપોર સુધી નિયમશાસ્ત્રનું વાંચન કર્યું. લોકો ધ્યનથી સાંભળતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પાણીના દરવાજા સામેના ચોક આગળ પરોઢિયાની બપોર સુધી, સ્ત્રીપુરુષો તથા સાંભળીને સમજી શકે એવાઓની આગળ, તેણે તેમાંથી વાંચી સંભળાવ્યું. સર્વ લોક તે નિયમશાસ્ત્રનું પુસ્તક [ધ્યાનથી] સાંભળતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને પાણીના દરવાજા સામેના ચોક આગળ તે ઊભો રહ્યો અને પરોઢથી તે બપોર સુધી તેણે સ્ત્રી, પુરુષો અને તેઓ જે સમજી શકે તેમની સમક્ષ તે નિયમોનું વાચન કર્યુ. તેઓ સર્વ ખૂબ ધ્યાનપૂર્વક નિયમશાસ્ત્ર સાંભળતા હતા.