Nehemiah 8:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવા માટે એઝરા શાસ્ત્રી ઊભો હતો. તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલ્કિયા અને માસેયા ઊભા હતા. અને તેની ડાબી બાજુએ પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એઝરા આ પ્રસંગને માટે બાંધવામાં આવેલ લાકડાના મંચ પર ઊભો હતો. તેની જમણી તરફ આ માણસો ઊભા હતા: માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલકિયા તથા માસેયા. તેની ડાબી તરફ આ માણસો ઊભા હતા: પદાયા, મીશાએલ માલકિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ કાર્યને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઊભો રહ્યો. તેને જમણે હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા તથા માસેયા; અને તેને ડાબે હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા [તથા] મશુલ્લામ ઊભા રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ માટે ઊભા કરેલા લાકડાના મંચ પર લહિયો એઝરા ઊભો હતો, તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા ઊરિયા, હિલ્કિયા, અને માઅસેયા; અને તેની ડાબી બાજુએ પદાયા મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદાનાહ, ઝખાર્યા, અને મશુલ્લામ ઊભા હતા.