Nehemiah 8:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એઝરા સર્વ લોકો કરતાં ઊંચા સ્થાને ઊભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતા નિયમશાસ્ત્ર ઊઘાડ્યું. જયારે તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એઝરા બધા લોકો કરતા ઊંચે ઊભો હતો, અને બધા લોકોની આંખો તેના પર મંડાયેલી હતી. તેણે જેવું પુસ્તક ઉઘાડયું, કે સર્વ લોક ઊભા થઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એઝરાએ સર્વ લોકોના જોતાં તે પુસ્તક ઉઘાડ્યું. (કેમ કે તે સર્વ લોકથી ઊંચા આસન પર હતો.) તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એઝરા બધા કરતાં ઊંચે ઉભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતાં તે નિયમશાસ્ત્ર ઊઘાડ્યું; તેને ઉઘાડતો જોતાં જ તેઓ બધા ઊભા થઇ ગયા.