Nehemiah 8:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, "આમીન!, આમીન!" પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એઝરાએ કહ્યું, “મહાન ઈશ્વર યાહવેની સ્તુતિ થાઓ!” બધા લોકોએ હાથ ઊંચા કરીને “આમીન, આમીન!” એવું બોલતાં પ્રત્યુત્તર વાળ્યો. ભૂમિ તરફ પોતાનાં માથાં ટેકવીને તેમણે ધૂંટણિયે પડીને આરાધના કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મહાન ઈશ્વર યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વ લોકે પોતાના હાથ ઊંચા કરીને, “આમીન, આમીન” કહ્યું, લોકોએ માંથા નમાવીને પોતાનાં મુખ ભૂમિ તરફ રાખ્યાં અને યહોવાનું ભજન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ એઝરાએ મહાન દેવ યહોવાને ધન્યવાદ આપ્યા. સર્વ લોકોએ કહ્યું, “આમીન આમીન” અને પોતાના હાથ આકાશ તરફ ઊંચા કર્યા અને ભૂમિ સુધી નીચે નમીને પોતાના મુખ ભૂમિ તરફ રાખીને યહોવાનું ભજન કર્યું.