Nehemiah 9:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવીને કહ્યું, "આ અમારો દેવ છે જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો, આમ તેઓએ ક્રોધ જન્માવે એવાં ઘણા કામો કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી અને કહ્યું કે ઇજિપ્તમાંથી અમને મુક્ત કરનાર અમારો દેવ આ જ છે! હે પ્રભુ, તેમણે તમારું કેવું ભારે અપમાન કર્યું!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવીને કહ્યું, ‘તને મિસરમાંથી કાઢી લાવનાર તારો દેવ તે આ છે, ’ એમ તેઓએ ઘણાં ક્રોધજનક કામો કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, તેઓએ પોતાના માટે વાછરડાનું પૂતળું બનાવી અને કહ્યું ‘આ અમારાં દેવ છે!’ જે તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા હતાં, આમ તેઓએ ઘણી દેવ નિંદા કરી.