Nehemiah 9:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં, તમે દયાળુ હોવાથી તેઓને અરણ્યમાં ત્યજી ન દીધા, જે માર્ગે તેઓ ચાલતા હતા તે માર્ગ દેખાડવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે પ્રકાશ આપવાને અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તમે તેમને રણપ્રદેશમાં છોડી દીધા નહિ, કારણ, તમારી દયા મહાન છે. દિવસે અને રાત્રે તેમને માર્ગ બતાવનાર મેઘસ્થંભ અને અગ્નિસ્થંભ તમે લઈ લીધા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ તમે પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં તજી દીધા નહિ. તેઓને માર્ગ બતાવવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે તેઓને પ્રકાશ આપવાને આગ્નિસ્તંભ તેઓના ઉપરથી ખસતો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છતાંય તેં અપાર કરૂણા બતાવી તેઓને વગડામાં છોડી ન દીધાં, દિવસે વાદળના સ્તંભે તેમને દોરવાનું અને રાત્રે અગ્નિના સ્તંભે તેમના ચાલવાના માર્ગને ઉજાળવાનું ચાલુ રાખ્યું.