Nehemiah 9:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાળીસ વર્ષ સુધી તમે અરણ્યમાં તેઓની સંભાળ લીધી, તે સમય દરમિયાન તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂના થયા નહિ કે તેઓના પગ સૂઝી ગયા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેરાનપ્રદેશમાં ચાલીસ વર્ષ સુધી તમે તેમનું બધી રીતે પાલનપોષણ કરી નિભાવી રાખ્યા અને તેમને કશાની ખોટ પડી નહિ. તેમનાં વસ્ત્ર ર્જીણ થઈ ગયાં નહિ અને પીડાથી તેમના પગ સૂજી ગયા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હા, તમે ચાળીસ વર્ષ સુધી તેઓનું પાલનપોષણ કરીને તેઓને અરણ્યમાં નિભાવ્યા, તેઓને કશાની ખોટ પડી નહોતી. તેઓના વસ્ત્રો જૂનાં થયાં નહિ, ને તેઓના પગ સૂજ્યા નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ચાળીસ વર્ષ સુધી તેં રણમાં તેમની સંભાળ લીધી, તે સમય દરમ્યાન તેઓને કશાની ખોટ પડી નહોતી; ન તેમનાં વસ્ત્રો ઘસાઇ ગયા કે ના તેમના પગ ફૂલી ગયા.