Nehemiah 9:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં. અને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. હેશ્બોનના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના દેશમાં તમે તેઓને વતન આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે તેમને પ્રજાઓ અને રાજ્યો પર તેમ જ તેમની સરહદ નજીકના દેશો પર જય પમાડયો. તેમણે જ્યાં સિહોન રાજ કરતો હતો તે હેશ્બોનનો દેશ જીતી લીધો અને જ્યાં ઓગનું રાજ હતું તે બાશાનનો દેશ જીતી લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તમે તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાં, ને તમે તેઓને આખો દેશ વહેંચી આપ્યો. અને હેશ્બોનના રાજા સીહોનના દેશનું, તથા બાશાનના રાજા ઓગના દેશનું વતન તેઓને પ્રાપ્ત થયું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેં તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યાઁ. તેથી તેઓએ હેશ્બોનના રાજા સીહોન તથા બાશાનના રાજા ઓગની ભૂમિ લઇ લીધી.