Nehemiah 9:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ તે લોકોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસીઓ કનાનીઓને પરાજિત કર્યા. તેઓ તેઓની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પ્રમાણે તેમણે કનાન દેશ જીતી લીધો, અને ત્યાંના રહેવાસીઓનો તમે પરાજ્ય કર્યો. કનાનના લોકો અને રાજાઓ સાથે પોતાને ફાવે તેવો વર્તાવ કરવાને તમે તેમને શક્તિ આપી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ તે વંશજોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેઓએ એ ભૂમિમાં પ્રવેશ કરીને એનો કબજો લીધો, ત્યારે તેં ત્યાંના વતની કનાનીઓને તેમની આગળ નમાવી દીધા અને ત્યાંના રાજાઓને અને લોકોને તેમના હાથમાં જે કરવું હોય તે કરવા સોંપી દીધા.