Nehemiah 9:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓએ તેઓને ત્રાસ આપ્યો, તેઓએ પોતાના સંકટ સમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું અને તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેઓએ તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તમે તેમના શત્રુઓને જીત પમાડી અને તેમના પર રાજ કરવા દીધું. પોતાના દુ:ખમાં તેમણે તમને મદદ માટે પોકાર પાડયો, એટલે તમે આકાશમાંથી જવાબ આપ્યો. તમારી અપાર કૃપામાં તેમને તેમના શત્રુઓથી છોડાવવા તમે આગેવાનો મોકલી આપ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માટે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા, ને તેઓએ તેઓને સંતાપ્યા. તેઓએ પોતાના સંકટસમયે તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળ્યું; અને તમે મહાન દયાળું હોવાથી તમે ને તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને શત્રુના હાથમાંથી બચાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માટે તેં તેઓને તેમના શત્રુઓનાં હાથમાં સોંપી દીધા, જેઓએ તેમને ત્રાસ આપ્યો. તેઓએ પોતાના સંકટ સમયે તારી આગળ પોકાર કર્યો, ત્યારે તેં સ્વર્ગમાંથી સાંભળ્યું; અને મહાન દયાળુ હોવાથી તેં તેઓને ઉદ્ધારકો આપ્યા કે, જેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા.