Nehemiah 9:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેઓનો બચાવ થયો એટલે ફરી તેઓએ તમારી સંમુખ દુરાચાર કર્યો; તે માટે તમે તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દીધા, જેથી દુશ્મનો તેઓ પર સત્તા ચલાવે. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને તેઓ પર દયા વર્ષાવી. તેઓને તમે અવારનવાર શત્રુઓથી છોડાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ રાહત થઈ, એટલે વળી પાછા તેમણે પાપ કર્યું, અને ફરીથી તમે તેમના શત્રુઓને તેમના પર વિજય પમાડયો. છતાં જ્યારે તેમણે પસ્તાવો કર્યો અને બચાવ માટે વિનંતી કરી ત્યારે તમે આકાશમાંથી અવારનવાર તેમનું સાંભળ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેઓનો બચાવ થયો, એટલે ફરી તેઓએ અમરી સમક્ષ દુષ્ટતા દાખવી; તે માટે તમે તેઓને તેઓના શત્રુઓના તાબામાં રહેવા દીધા, અને તેઓએ તેમના ઉપર ધણીપણું કર્યું. તોપણ જ્યારે તેઓએ પાછા ફરીને તમારી આગળ પોકાર કર્યો, ત્યારે તમે આકાશમાંથી સાંભળીને, અને તેમના પર દયા લાવીને તેઓને તમે વારંવાર છોડાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તેઓએ પછી આરામ કર્યો, અને ફરી તેઓએ તારી સંમુખ દુષ્કૃત્યો કર્યા; તે માટે તેં તેઓને તેમના દુશ્મનોના હાથમાં સોપી દીધા. જેથી તેમના દુશ્મનો તેમના ધણી બન્યાં, પરંતુ જ્યારે ફરીથી તે લોકોએ તને પોકાર કર્યો ત્યારે તેઁ આકાશમાંથી સાંભળ્યું અને તને તેઓને કેટલીયે વાર બચાવ્યા કેમકે તું દયાળુ છે.