Nehemiah 9:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પોતાની જગ્યાએ ઊભા રહીને ત્રણ કલાક સુધી પોતાના ઈશ્વર યહોવાહનું નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેઓના ઈશ્વર યહોવાહની આગળ નમીને આરાધના કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લગભગ ત્રણ કલાક સુધી તેમની આગળ તેમના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું વાંચન કરવામાં આવ્યું અને પછીના ત્રણ કલાક તેમણે પોતાનાં પાપની કબૂલાત કરી અને તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ પોતાની ગજાએ ઊભા રહીને એક પહોર સુધી પોતાના ઈશ્વર યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. અન બીજે પહોરે તેઓએ પાપ કબૂલ કરીને પોતાના ઈશ્વર યહોવાનું ભજન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓએ ત્રણ કલાક સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્રનું પુસ્તક વાચ્યું; બીજા ત્રણ કલાક સુધી તેઓએ પાપ કબૂલ કરીને તેમના યહોવા દેવની ઉપાસના કરી.