Nehemiah 9:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ લેવીઓ એટલે યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, "ઊભા થાઓ અને આપણા યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો. અને એવું બોલો કે તમારું બુલંદ નામ જે સર્વ સ્તુતિ અને પ્રશંસાની પરિસીમાથી પણ પર છે, તે મહિમાવંત હો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યેશૂઆ, ક્દ્મીએલ, બાની, હશાબ્ન્યા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા એ લેવીઓએ આરાધના માટે આમંત્રણ આપ્યું: “ઊભા થાઓ, અને પ્રભુ તમારા ઈશ્વરની સ્તુતિ કરો; હરહમેશ તેમની પ્રશંસા કરો! જો કે માણસો ગમે તેટલી તેમની સ્તુતિ કરે તોય પૂરતી નથી, તોપણ સૌ કોઈ તેમના નામની પ્રશંસા કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ લેવીઓ, યેશૂઆ, કાદ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા, અને પથાહ્યાએ કહ્યું, “ઊભા થાઓ અને તમારા યહોવા દેવની સ્તુતિ કરો! “જે અનાદિ અને અનંત છે, ધન્ય છે તારું મહિમાવંતુ નામ જે કોઇપણ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે.