Nehemiah 9:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડ્યુ. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના વંશજોને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો. તમે તમારું વચન પાળ્યું કેમ કે તમે ન્યાયી છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તમને વિશ્વાસુ માલૂમ પડયો અને તમે તેની સાથે કરાર કર્યો. ભવિષ્યમાં તેનાં સંતાનોને વસવા માટે તમે તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો પરિઝ્ઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ આપવાનું કરારયુક્ત વચન આપ્યું. તમે તમારું વચન પાળ્યું પણ ખરું; કારણ, તમે વિશ્વાસુ છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનું અંત:કરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસુ માલૂમ પડયું. કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબૂસીઓનો અને ગિર્ગાશીઓનો દેશ તેના સંતાનને આપવાનો કરાર તમે તેની સાથે કર્યો; અને તમે ન્યાયી હોવાથી તમે તમારું વચન પાળ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેનું અંત:કરણ તારી પ્રત્યે વિશ્વાસુ જાણ્યુ; તેં તેની સાથે એક કરાર કર્યો અને તેને કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝઝીઓનો, યબૂસીઓનો, અને ગિર્ગાશીઓનો દેશ તેનાઁ વંશજોને આપવાનું તેને વચન આપ્યું. તું ન્યાયી હોવાથી તેઁ તારૂં વચન પાળ્યું છે.