Numbers 10:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ જવાબ આપ્યો કે, "કૃપા કરી અમને છોડીને ન જઈશ. કેમ કે અરણ્યમાં અમારે કેવી રીતે છાવણી કરવી તે તું જાણે છે અને તું અમારે માટે આંખોની ગરજ સારે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશેએ કહ્યું, “અમને મૂકીને જઈશ નહિ. અહીં રણપ્રદેશમાં કઈ જગ્યાએ પડાવ નાખવો તે તું જ જાણે છે. તું તો અમારો માર્ગદર્શક છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે તેને કહ્યું, “કૃપા કરીને અમને મૂકીને ન જા. કેમ કે અરણ્યમાં અમારે કિઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે, ને તું અમારે માટે આંખોની ગરજ સારશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મૂસાએ વિનંતી કરી કહ્યું, “અમને છોડીને ન જશો, કારણ કે અરણ્યમાં કેવા રસ્તાઓ છે તે તું જાણે છે, ક્યાં મુકામ કરવો તે પણ તમે જાણો છો એટલે તમે તો અમાંરી આંખ બની રહેશો.