Numbers 12:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તંબુ પરથી મેઘ હઠી ગયો મરિયમ કુષ્ઠરોગથી બરફ જેવી શ્વેત થઈ ગઈ. જ્યારે હારુને પાછા વળી મરિયમ તરફ જોયું, તો જુઓ તે કુષ્ઠરોગી થઈ ગયેલી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને મંડપ પરથી વાદળ હટી ગયું અને મિર્યામને એકાએક કોઢ ફૂટી નીકળ્યો. તેની ચામડી બરફ જેવી શ્વેત થઈ ગઈ. આરોને મિર્યામ તરફ જોયું તો તેનું શરીર કોઢથી છવાઈ ગયું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મંડપ ઉપરથી તે મેઘ હઠી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારુને મરિયમ તરફ જોયું, તો જુઓ તે તો કોઢી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તંબુ પરથી વાદળ હઠી જતાંની સાથે જ મરિયમને કોઢ ફૂટી નીકળ્યો અને તેની ચામડી કોઢથી ધોળી થઈ ગઈ. હારુને તે જોયું.