Numbers 13:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેઓ એશ્કોલના નીચાણમાં પહોચ્યા. ત્યાં તેઓએ દ્રાક્ષના ઝૂમખા સાથેની એક ડાળી કાપી લીધી. બે માણસોની વચ્ચમાં દાંડા ઉપર લટકાવીને તેને ઊંચકી લીધી. પછી કેટલાંક દાડમ અને અંજીર પણ તેઓ લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ એશ્કોલના ખીણપ્રદેશમાં આવી પહોંચ્યા. તેમણે ત્યાંથી દ્રાક્ષવેલાની લૂમ સાથેની એક ડાળી કાપી લીધી. તે એટલી ભારે હતી કે બે માણસોએ એક દાંડા ઉપર લટકાવીને તેને ઉપાડવી પડી. તેઓ સાથે થોડાં દાડમ અને અંજીરો પણ લાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ એશ્કોલના નીચાણમાં પહોંચ્યા, ને ત્યાંથી દ્વાક્ષોની એક લૂમવાળી એક ડાળી કાપી, ને બે માણસની વચમાં દાંડા ઉપર [લટકાવીને] તેને ઊંચકી લીધી અને કેટલાંક દાડમો તથા અંજીરો પણ [તેઓ લાવ્યા.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ પછી હાલમાં જે એશ્કોલની ખીણ તરીકે ઓળખાય છે ત્યાં આવ્યા. તેઓએ ત્યાં દ્રાક્ષના એક ઝૂમખા સાથેની દ્રાક્ષની વેલની એક ડાળી કાપી લીધી. બે માંણસોએ તેને એક વાંસ ઉપર ઉપાડવી પડી, પછી તેમણે દાડમ અને અંજીરના પણ કેલટાક નમૂના ભેગા કર્યા.