Numbers 13:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને યહોવાહની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ તેઓને મોકલ્યા. એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના આગેવાનો હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ પારાનના રણપ્રદેશમાંથી નીચેના આગેવાનોને મોકલી આપ્યા: [કુળ] — [કુટુંબનો આગેવાન] રૂબેન — ઝાક્કૂરનો પુત્રશામ્મૂઆ શિમયોન — હોરીનો પુત્ર શાફાટ યહૂદા — યફૂન્‍નેહનો પુત્ર કાલેબ ઇસ્સાખાર — યોસેફનો પુત્ર ઇગાલ યોસેફ- એફ્રાઈમ — નૂનનો પુત્ર હોશિયા બિન્યામીન — રાફુનો પુત્ર પાલ્ટી ઝબૂલુન — p સોદીનો પુત્ર ગાદ્દીએલ યોસેફ- મનાશ્શા — સૂસીનો પુત્ર ગાદી દાન — ગમાલ્લીનો પુત્ર આમ્મીએલ આશેર — મિખાએલનો પુત્ર સથૂર નાફતાલી — વોફસીનો પુત્ર નાહબી ગાદ — માખીનો પુત્ર ગેઉએલ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાની આજ્ઞા પ્રમાણે મૂસાએ પારાન અરણ્યથી તેઓને મોકલ્યા, એ સર્વ પુરુષો ઇઝરાયલી લોકોના મુખ્યો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાની આજ્ઞા અનુસાર પારાનના અરણ્યમાંથી મૂસાએ ઇસ્રાએલીઓના નીચે પ્રમાંણેના આગેવાનોને મોકલી આપ્યાં: