Numbers 14:43 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તરવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે તમે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરશો ત્યારે તમે યુધમાં તલવારથી માર્યા જશો. કારણ, તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું હોવાથી પ્રભુ તમારી સાથે નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે અમાલેકીઓ તથા કનાનીઓ ત્યાં તમારી આગળ છે, ને તમે તરવારથી પડશો. તમે યહોવાને અનુસરવાથી પાછા ફરી ગયા છો, એ માટે યહોવા તમારી સાથે નહિ આવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”