Numbers 16:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તદુપરાંત, તમે અમને દૂધમધથી ભરપૂર દેશમાં નથી લાવ્યા અને તમે અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો. શું તમે અમને ખાલી વચન આપીને મૂર્ખ બનાવશો? અમે તમારી પાસે નહિ આવીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું અમને કંઈ દૂધમધની રેલમછેલવાળા ફળદ્રુપ દેશમાં લાવ્યો નથી કે તેં અમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપી નથી અને હવે તું આ માણસોની આંખમાં ધૂળ નાખીને છેતરવા માંગે છે? અમે ત્યાં આવવાના નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.”