Numbers 16:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારામાંનો પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર લે તેમાં ધૂપ નાખે. પછી પ્રત્યેક માણસ પોતાનું ધૂપપાત્ર એટલે બસો પચાસ ધૂપપાત્રો યહોવાહ સમક્ષ લાવે. તું અને હારુન પોતપોતાનાં ધૂપપાત્ર લાવો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારામાંના દરેકે પોતાની ધૂપદાની લાવવી, તેમાં ધૂપ નાખવો. પોતાની ધૂપદાની એટલે અઢીસો ધૂપદાની પ્રભુ સંમુખ લાવવી. તું તથા આરોન પણ પોતપોતાની ધૂપદાની લાવો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તમારામાંનો દરેક માણસ પોતાનું ધૂપપાત્ર, એટલે બસો પચાસ ધૂપપાત્રો, યહોવાની સમક્ષ લાવે. અને તું તથા હારુન પણ પોતપોતાનું ધૂપપાત્ર [લાવો].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરામાંનો પ્રત્યેક વ્યક્તિ પોતાની ધૂપદાની સાથે લઈને યહોવા સમક્ષ આવે. ત્યાં આગેવાનો માંટે 250 ધૂપદાનીઓ અને તારા અને હારુન માંટે એક-એક ધૂપદાની હશે.”