Numbers 18:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાપર્ણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મને ઉચ્છાલિત અર્પણ તરીકે ચડાવે તે બધી જ હું તને, તારા પુત્રોને અને તારી પુત્રીઓને સદાના હિસ્સા તરીકે આપું છું. આ તો તારી અને તારા વંશજોની સાથેનો મારો લૂણનો અતૂટ અને કાયમી કરાર છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણ મેં તને તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક્ક તરીકે આપ્યાં છે; તે સદાને માટે યહોવાની સમક્ષ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વેદી આગળ યહોવાને અર્પણ માંટે ઇસ્રાએલીઓ જે કોઈ પવિત્ર ભેટો ધરાવે તે બધી કાયમ માંટે તને, અને તારાં પુત્ર અને પુત્રીઓને આપેલ છે. તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો આ કાયમી કરાર છે, જેનો કદી ભંગ થઈ શકે નહિ.”