Numbers 18:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલ લોકોનો દશમો ભાગ યહોવાહને અર્પણ કરવો. તે મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું, તેઓને ઇઝરાયલી મધ્યે કંઈ વારસો નહિ મળે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, ઇઝરાયલીઓ મને જે દશાંશ ખાસ અર્પણ તરીકે ચડાવે તે હું લેવીઓને વારસા તરીકે આપું છું. તેથી જ મેં તેમને કહ્યું છે કે ઇઝરાયલમાં બીજાની માફક તમને વારસો મળશે નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇઝરાયલી લોકોનો જે દશાંશ તેઓ ઉચ્છાલીયાર્પણરૂપે યહોવાને ચઢાવે, તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેઓને કહ્યું છે, કે ઇઝરાયલીઓમાં તમોને વતન નહિ મળે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોએ તેમની પાસે જે કાઈ હોય તેનો દશમો ભાગ યહોવાને અર્પણ કરવા. તે અર્પણો લેવીઓના છે. તે હું તેમને તેમના વારસા તરીકે આપુ છું; તેથી જ મેં આ શબ્દો લેવીઓ વિષે કહ્યાં હતાં, તેઓને બીજા ઇસ્રાએલીઓની જેમ જમીન જાગીર મળે નહિ.”