Numbers 19:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જે કાનૂન તથા નિયમ હું લોકોને ફરમાવું છે તે આ છે: ઇઝરાયલના લોકોને આ કાનૂનો જણાવો: ઇઝરાયલના લોકોને કહો કે, તેઓ ખોડ ખાંપણ વગરની અને જેના પર કદી ઝૂંસરી લાદવામાં આવી ન હોય તેવી લાલ વાછરડી તારી પાસે લાવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આ પ્રભુએ ફરમાવેલો નિયમ છે: તું ઇઝરાયલીઓને આ પ્રમાણે કહે કે કોઈપણ ખોડ વગરની અને કદી જોતરાઈ ન હોય એવી એક લાલ વાછરડી તેઓ તારી પાસે લાવે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જે નિયમ યહોવાએ ફરમાવ્યો છે તેનો વિધિ એ છે કે, ઇઝરાયલી લોકોને કહે કે, એક નિર્દોષ લાલ વાછરડી, જેને કંઈ ખોડ ન હોય, ને જેના પર ઝૂંસરી કદી મૂકવામાં આવી ન હોય, એવીને તેઓ તારી પાસે લાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલના લોકોને આ કાનૂનો જણાવ: તેઓ ખોડખાંપણ વગરની અને કદી જોતરાઈ ના હોય તેવી એક લાલ ગાય મૂસા અને હારુન પાસે લાવે.