Numbers 19:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“કોઈ અશુદ્ધ થયેલો માણસ પોતાનું શુદ્ધિકરણ કરાવે નહિ તો તેનો તમારે સમાજમાંથી બહિષ્કાર કરવો. કારણ, તેણે પ્રભુના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે અને તેના ઉપર શુદ્ધિકરણનું પાણી છાંટવામાં આવ્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જે માણસ અશુદ્ધ થયા છતાં પોતાને શુદ્ધ ન કરે, તે માણસ મંડળીમાંથી અલગ કરાય, કેમ કે તેણે યહોવના પવિત્રસ્થાનને વટાળ્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું; તે અશુદ્ધ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે.
Recommended Reading