Numbers 2:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્ય મુજબ ઉત્તર બાજુએ રહે. અને આમ્મીશાદાયનો દીકરો અહીએઝેર તે દાનના દીકરાઓનો આગેવાન થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઉત્તર બાજુએ દાનના સૈન્યના વજવાળા લોકો ટુકડી પ્રમાણે પડાવ નાખે. તેમના આગેવાનોનાં નામ અને સંખ્યા નીચે પ્રમાણે છે: [કુળ] — [આગેવાન] — [સંખ્યા] દાન — આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર — 62,700 આશેર — ઓક્રાનનો પુત્ર પાગીએલ — 41,500 નાફતાલી — એનાનનો પુત્ર અહીરા — 53,400 — કુલ: — 157,600 દાનના સૈન્યે કૂચ કરતી વખતે વજ સાથે છેલ્લે નીકળવાનું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાનની છાવણીની ધજા પોતાનાં સૈન્યો પ્રમાણે ઉત્તર બાજુએ રહે. અને આમિશાદાઈનો દિકરો અહિયેઝેર તે દાનના પુત્રોનો અધિપતિ થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઉત્તર બાજુએ દાનના કુળસમૂહોની સેનાના ધ્વજ હેઠળના લોકોએ તેમના આગેવાનો હેઠળ ટુકડીવાર છાવણી તેમના ભાગલા પ્રમાંણે નાખવી; આમ્મીશાદાયનો પુત્ર અહીએઝેર તે દાનના પુત્રોનો આગેવાન છે.